102-C/D, Zenon, Near Kiran Motors, Civil Char Rasta to Sosyo Circle Lane, Surat

  • Helpline: +91 0261 2975006

કાયમી કિડની  ફેઈલર દર્દીઓ માટે ખોરાક અંગેની જરૂરી સૂચના

 

આખા દિવસ દરમ્યાન પ્રવાહીનું પ્રમાણ જાણવા નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

* દિવસમાં સરેરાસ 600 થી 700 મિલી જેટલું પ્રવાહી ડૉક્ટર ને પૂછીને લેવું.

* પ્રવાહી ચીજો જેવી કે ઠંડા પીણાં (કોકાકોલા, પેપ્સી, ફેન્ટા, સોડા વગેરે ) નાળીયેરનું પાણી, મધનું પાણી,લીંબુ પાણી, ફળોનો રસ કે તેના જેવા બીજા પીણાં ન લેવા.

* તરસ લાગે તો બરફ નો ટુકડો રાખી ચૂસવો.

* બોર્નવીટા, કોકો, જામ, ચોકલેટ, ન્યુટ્રામલ, કોફી જેવી ચીજો ના લેવી.

* ચા નું પ્રમાણ દિવસમાં એક કપ (વધારમાં વધારે 150 મી.લી.)

* દૂધ ઓછા ફેટવાળું  અને તેમાંથી જ બનેલા દહીં કે છાસ આખા દિવસમાં બે કપ જેટલા લઈ શકાય. (આશરે 250 - 300 મી.લી.)

 

કાયમી કિડની ફેઈલર  દર્દીઓ પોટેશીયમ તત્વ ધરાવતો ખોરાક લઈ શકે નહી.

ફળો:

* ઓછા પોટેશીયમવાળા ફાળો દિવસમાં એક (નાનું ) ખાઈ શકાય, વધુ પોટેશીયમવાળા ફાળો કેવા નહી.

   ઓછા પોટેશીયમ વાળા ફાળો :

* જામફળ, સફરજન, પાઈનેપલ, જાંબુ, પાકુ પપૈયુ

   વધારે પોટેશીયમ વાળા ફાળો :

* આમળા, ચેરી, ખારેક, સંતરા, મોસંબી, લીંબુ, પાકી કેરી, ચીકું, દ્રાક્ષ, નાસપતી તથા બીજા અન્ય ફાળો

* ડાયાલીસીસ કરાવતા દર્દીઓ ડાયાલીસીસના દિવસે ડાયાલીસીસ પહેલા કોઈપણ ફળ લઇ શકે.

* કોઈપણ જાતનો સૂકોમેવો ના કાવો.

 

શાકભાજી:

શાકભાજી સમારી પાણીમાં બે થી ચાર કલાક રાખવા, ત્યારબાદ તે પાણી કાઢી નાખો પછી ચાર - પાંચ વખત પાણીથી ધોઈ પછી જ વાપરવા. આ ઉપરાંત ખાવામાં દરરોજ ઓછા પોટેશિયમવાળા શાકનો ઉપયોગ કરવો.

ઓછા પોટેશિયમવાળા શાકભાજી:

દૂધી, કાકડી, ભીંડી, ટીંડોળા, ફણસી, તુરીયા

વધુ પોટેશિયમવાળા શાકભાજી:

બટાટા, સુરણ, સકકરીયા, રતાળું, ગાજર, બીટ, મુળો, સરગવાની શીંગ, અળવીના પાન, ફણસ, કમળકાકડી, કોથમીર, રિગાણા વગેરે

 

ઉપર જણાવેલ પદ્ધતિથી વધુ પોટેશિયમવાળા શાકભાજી રાંધીને મર્યાદિત માત્રામાં લઈ શકાય

* કોઈપણ જાતની ભાજી ન ખાવી.

* ટામેટા, કોબીજ, ફલાવર, ડુંગળી, લસણ ક્યારેય અથવા ખૂબજ  ઓછા પ્રમાણમાં લઈ શકાય.

 

કાયમી કિડની ફેઇલર દર્દીઓ ખોરાકમાં સોડિયમનું પ્રમાણ જાળવવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

* દરરોજની રસોઈમાં મીઠું ઓછું વાપરવું.

* ભાખરી, રોટલી, ભાટ જેવી ચીજોમાં મીઠું  ન નાખવું.

* વધારે મીઠાવળી કે સોડાવાળી ચીજો ન લેવી.

* અથાણાં, પાપડ, ચટણી ન લેવી.

* ખાવાનો સોડા કે બેકરી પાઉડર આવે આવી ચીજો ન ખાવી કે ખુબ ઓછી ખાવી ( ગાંઠિયા, ભજીયા, હાંડવો, ઢોકળા, ખમણ, બિસ્કિટ, ખરી, કેક, બ્રેડ, ટોસ્ટ વગેરે)

* બજારમાં મળતા નમકીન, વેફર્સ, જામ, ટોમેટો સોસ, મગફળી, ચણા  વગેરે ન ખાવા.


કાયમી કિડની ફેઇલર દર્દીઓ ખોરાકમાં ફોસ્ફેટનું પ્રમાણ જાળવવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

* માંસ, મચ્છી, મુર્ગી, જેવો માંસાહાર ન લેવો તથા સયાલીસીસ કરાવતા દર્દીઓએ મર્યાદિત માત્રામાં લેવો.

* દૂધ તથા દૂધમાંથી બનતી બધી જ બનાવટો મર્યાદિત માત્રામાં લેવી.

 

કાયની કિડની  ફેઇલર દર્દીએ ખોરાકમાં પ્રોટીન થતા ચરબીનું પ્રમાણ જાળવવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

* ઘી, તેલ કે માખણ ઓછા ખાવા, માંખણ મીઠા વગરનું લેવું.

* કઠોળ મર્યાદિત માત્રામાં લેવું, ડાયાલીસીસ કરાવતા દર્દી સામાન્ય માત્રામાં લઈ શકે.

* ઈંડાનો પોળો ભાગ કાઢી નાખી પછી દિવસમાં એક ઈંડુ લઇ શકાય. તે દિવસ દળ કે કઠોળ ઓછા ખાવા.

* દળ તથા કાઢી સામાન્ય માત્રામાં લઈ શકાય.

 

 

કેલેરી: 1750 - 1950                             પ્રોટીન: 45 - 55 ગ્રામ દર્દીનું વજન: 50 - 55 કિલો.

 

પ્રવાહી

ખોરાક

ખોરાક (Exchanges)

સવારે 150 મીલી 

1 કપ દૂધ, 2 ચમચી ખાંડ

નાસ્તામાં: પૌઆ અથવા રાવનો ઉપ્મા અથવા 2 ઈડલી (તેલ મીઠુ ઓછા) 

દૂધને બદલે દૂધની ચા + 2 ચમચી ખાંડ

નાસ્તામાં: 1 ભાખરી / 2 પાતળી રોટલી / 1 રોટલો

ઓછા તેલ વાળું એક થેપલું / ગ્લુકોઝના 2 થી 3 બિસ્ટીક / માખણ કે ઘી વગરના 2 ટોસ્ટ વગેરે લઈ શકાય.

બપોરે જમવાનું 200 મીલી

4 રોટલી (બહુ જાડી નહી ઓછી ઘી લગાડેલી), 1 વાડકી દાળ, 1 વાટકી ભાત, 1 વાટકી શાક, (બટકા નહી), ઘી, તેલ, મીઠું ઓછા વાપરવા

રોટલી ને બદલે 2 રોટલા / નાની  2 થી 3 ભાખરી લઈ શકાય.

દળને બદલે કઠોળ પણ ખવાય, પણ તે અડધી વાટકી ખાવા.

શાકમાં ઓછા પોટેશીયમવલા અને જણાવેલી રીતથી બનાવી પછી ખાવા.

ભાતને બદલે ખીચડી, પુલાવ એવું ખવાય, પણ ઘી, તેલ, મીઠું ને ચોખા વધારે લેવા.દહીં કોઈવાર લઈ શકાય.

સાંજે 150 મીલી

1 કપ દૂધ અથવા આખા દૂધની ચા + 2 ચમચી ખાંડ

નાસ્તામાં: વધારેલા મમરા 

નાસ્તામાં: બિસ્કીટ 2 / 1 ખાખરો, / 1 ટોસ્ટ વગેરે લઈ  શકાય ઓછા પોટેશીયમવાળું ફળ થોડું ખવાય.

રાતનું જામવનું 100 મીલી 

2 રોટલા / 2 ભાખરી, 1 વાટકી શાક, 1 વાટકી દાળ (નાની વાટકી) 1 વાટકી ભાટ, ઘી, ખાંડ, ગોળ, તેલ, મીઠું ઓછા વાપરવા.

રોટલાને બદલે થેપલા, ઠોંસા, ઉત્તપમ, પરોઠા એવું ખાઈ શકાય.

ઘી, તેલ, મીઠું ઓછા વાપરવા, ભાતને બદલે ખીચડી કે પુલાવ ખાઈ શકાય પણ તેમાં શાક કે દાળ ઓછા વાપરવા.

દાળને બદલે ઓછા દહીંવાળી પાતળી ના હોય કાઢી અડધી વાટકી લેવાય.

શાકમાં ઓછા પોટેશીયમવાળા શાક ખોરાકમાં લેવાય.